અમરેલી

અમરેલી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ: સંસ્થાના તાલીમાર્થીઓને વિવિધ સુવિધાઓનો લાભ મળશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ ૨૪ ટ્રેડના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ છે.

પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઇલેક્ટ્રીશીયનવાયરમેનકેમિકલઇન્ફોર્મેશન ટેકડ્રાફ્ટમેનસિવિલ રેફ્રિજરેશનકોમ્યુટરવેબ ડિઝાઇનમશીનિષ્ટટર્નરઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલઇલેક્ટ્રોનિક્સફીટરમિકેનિક મોટર વ્હીકલડીઝલ મિકેનિકવેલ્ડરપ્લમ્બરઆર્મેટરટુ વ્હીલ રીપેરરસર્વેયરબ્યુટી પાર્લરસીવણટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. 

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ સંસ્થા ખાતે મહિલાએસ.સીએસ.ટીદિવ્યાંગ અને એક્સ આર્મીમેન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓને નિ:શુલ્ક પ્રવેશ મળે છે. જ્યારે જનરલ અને બક્ષીપંચ ભાઈઓને માસિક ૧૦૦ રૂ ફીમાં તાલીમ માટે પ્રવેશ મેળવવાની તક છે.

વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા. ૨૩.૦૬.૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે આઈ.ટી.આઈ. અમરેલી કેમ્પસ ખાતે એક નિઃશુલ્ક હેલ્પ સેન્ટર‘ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંતગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો (Documents) સંસ્થાના સત્તાવાર વોટ્સએપ નંબર (૯૪૨૯૦ ૯૮૧૬૮) પર મોકલીને વિનામૂલ્યે પોતાનું ફોર્મ ભરાવી શકશેતેમ આચાર્યશ્રીઆઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts