સાવરકુંડલા શહેરના ભુવા રોડ વિસ્તારમાં રોડ વિકાસની આડમાં આચરવામાં આવેલા મોટા પાયે ગેરકાયદેસર વૃક્ષ છેદન અને જાહેર મિલકતના બગાડના પ્રકરણમાં સ્થાનિક વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. સાવરકુંડલાના જાગૃત નાગરિક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરશ્રી પ્રિયંક બી. પાંધી દ્વારા આ મામલે સ્થાનીક પોલીસ સ્ટેશન, વન વિભાગ અને ઉચ્ચ વહીવટી કચેરીઓમાં તમામ સજ્જડ પુરાવાઓ સાથે લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ સંતોષકારક કાર્યવાહી કે ન્યાયી તપાસ કરવામાં આવી નહોતી. તંત્ર દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો થતા આખરે અરજદારે ન્યાયના મંદિર સમાન નામદાર કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
આ મામલાની કાયદાકીય ગંભીરતાને ધ્યાને લઈ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના જવાબદારો સામે સત્તાવાર રીતે અરજદારે ફોજદારી ઇન્કવાયરી કેસ દાખલ કર્યો છે.
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, ભુવા રોડ પર સહજ-૨ સોસાયટીથી લઈ ગૌશાળાના ખૂણા સુધી પ્રજાના ટેક્સ અને લોકભંડોળ માંથી અને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે ઉછેરવામાં આવ્યા હતા. તારીખ ૧૧/૦૨/૨૦૨૬ થી ૧૪/૦૨/૨૦૨૬ દરમિયાન રોડ પહોળો કરવાના બહાને આ કિંમતી વૃક્ષો તેમજ ત્યાં ઉભેલા ૩૦-વર્ષ કરતાં પણ વધુ જૂના હેરિટેજ વૃક્ષોને કોઈપણ કાયદેસરના પંચનામા કે મેચ્યોર ટ્રી ને કાપવા માટેની સુપિરિયર ઓથોરીટીની મંજૂરી વિના આડેધડ કાપી નાખવામાં આવ્યા હતા અને સરકારી મિલકત લોખંડના ટ્રી-ગાર્ડ તોડી નાખી સરકારી જાહેર મિલકતને મોટું નુકસાન કરાયું હતું.
સામે આવેલા સત્તાવાર દસ્તાવેજો મુજબ, સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરે તારીખ – ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ શરતોને આધીન વૃક્ષો કાપવાનો હુકમ કર્યો હતો, જેમાં સ્પષ્ટ શરત હતી કે કપાયેલા તમામ વૃક્ષોનું કિંમતી લાકડું સાવરકુંડલા સ્મશાન ગૃહ ખાતે જમા કરાવવાનું રહેશે. પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે આ શરતનો સરેઆમ ભંગ કરીને આખેઆખું કિંમતી લાકડાનો અને લોખંડનાં ટ્રી ગાર્ડનો બારોબાર નાશ કરી દેવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક તંત્ર કે પોલીસે રાજકીય કે વહીવટી દબાણ હેઠળ કોઈ જ ન્યાયિક પગલાં ન લેતા, અરજદારે નામદાર અદાલતમાં કોર્ટમાં ફોજદારી ઇન્કવાયરી કેસ દાખલ કરવાની ફરજ પડેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9famp4aDVod201aG1rogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1781781822694

















Recent Comments