અમરેલી

લાઠી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગા ફોર હેલ્ધી એજિંગ” એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગની થીમ સાથે નાગરિકોવિદ્યાર્થીઓવરિષ્ઠ નાગરિકોઅધિકારી-કર્મચારીઓ અને યોગપ્રેમીઓએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. અમરેલી જિલ્લામાં તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને તાલુકા અને નગરપાલિકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

લાઠી ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ તાલીમબદ્ધ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનોપ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો.

આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ” વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્તસક્રિય તથા સંતુલિત રાખવા માટે યોગના મહત્વને ઉજાગર કરે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છેસ્નાયુઓ અને સાંધાઓને મજબૂતી મળે છેશ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.

યોગપ્રાણાયામ અને ધ્યાન દ્વારા તણાવચિંતા અને થાકમાં રાહત મળે છે. એકાગ્રતા વધે છેઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ યોગ સહાયક બને છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ સ્વાવલંબનસ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું અસરકારક માધ્યમ છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં પદાધિકારીશ્રીઓતાલુકા વહીવટીતંત્રના મામલતદારશ્રીતાલુકા વિકાસ અધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓસ્થાનિક પદાધિકારીઓશિક્ષણ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓસ્વયંસેવક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થસક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.

Related Posts