અમરેલી

અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ખાતે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા YOGA શબ્દની આકૃતિ રચી વિવિધ યોગાસનો કર્યા

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના ઈશ્વરીયા મુકામે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને YOGA થીમને જીવંત બનાવી હતી.

પૂર્વ કેન્દ્રીય કેબિનેટમંત્રીશ્રી રાજકોટના સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના વતન ઈશ્વરીયા મુકામે મદદ પ્રાથમિક શાળામાં યોજાયેલા  કાર્યક્રમ દરમિયાન ૯૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા YOGA શબ્દની આકૃતિ રચી વિવિધ યોગાસનો કર્યા હતા. આ અનોખી રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો.

યોગ કાર્યક્રમમાં કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ તાડાસનવૃક્ષાસનવજ્રાસનભુજંગાસન સહિતના વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. યોગથી શારીરિક તંદુરસ્તીમાનસિક શાંતિ અને એકાગ્રતામાં વધારો થાય છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કેયોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી સ્વસ્થ અને સશક્ત જીવનશૈલી વિકસાવી શકાય છે. વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ પણ લીધો હતો.

Related Posts