અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે સ્થાનિક નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરતા નવનિર્મિત ‘સુવિધાપથ’નું ગુજરાત રાજ્યના ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ચિત્તલ હાઈસ્કૂલ નજીક અને નવાણવાડી ખાતે અંદાજિત રૂ. ૧.૭૦ કરોડના માતબર ખર્ચે આ આધુનિક સુવિધાપથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન માર્ગો ખુલ્લા મુકાતા જ લાંબા સમયથી સારી કનેક્ટિવિટીની રાહ જોતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને શ્રેષ્ઠ અને પાકા રોડ-રસ્તાની કાયમી સુવિધા મળી છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત અમરેલીની ગ્રાન્ટ હેઠળ આ બંને સુવિધાપથ બનાવવમાં આવ્યા છે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના નાગરિકો સુધી પાયાની માળખાકીય સગવડો પહોંચાડવા માટે સતત કટિબદ્ધ છે. ચિત્તલ ખાતે તૈયાર થયેલો આ સુવિધાપથ સ્થાનિક કક્ષાએ વાહન વ્યવહારને વધુ સુગમ અને સુરક્ષિત બનાવશે, જેનાથી ચોમાસા કે અન્ય ઋતુઓમાં પણ નાગરિકોને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અમરેલી હોદ્દેદારો, પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર સહિતના અગ્રણશ્રીઓ, ચિત્તલ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.















Recent Comments