અમરેલી

સાવરકુંડલામાં ૨૩ જૂને મહિલાઓ માટે વિશેષ ભરતી મેળો યોજાશે

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા મહિલા ઉમેદવારોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થાય તે હેતુથી તા. ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ મહિલા વિશેષ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

ભરતીમેળામાં LIC ઓફ ઇન્ડિયા, સિંટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, AIM લિમિટેડ, HDFC લાઇફ ઇન્સ્યોરન્સ તથા ક્રેડિટ એક્સેસ ગ્રામીન લિમિટેડ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લેશે. ભરતીમેળામાં એજન્ટ, મહિલા વીમા સખી એજન્ટ, મશીન ઓપરેટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, બ્રાન્ચ મેનેજર, પાર્ટનર એન્ડ એસોસિયેટ તેમજ ટ્રેનિંગ સેન્ટર મેનેજર (TKM) જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ધોરણ-૧૦, ધોરણ-૧૨ , ITI તેમજ સ્નાતક લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોને રોજગારી મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ પોતાના આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બાયોડેટા/રિઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવેલ તેમજ નોંધણી વગરના ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.મહિલાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધ કરાવવા તથા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીનો ફોન નંબર ૦૨૭૯૨ – ૨૨૩૩૯૪  પર સંપર્ક કરી શકાય છે. તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રી(સા)એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts