ભાવનગર જિલ્લામાં બાળ મજૂરી પ્રથા નાબૂદ કરવા જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે.
કમિટી દ્વારા તા.૧૯ જૂન,૨૦૨૬ના રોજ ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને
હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ત્યાં કામ કરતા ચાર સગીર બાળકો મળી આવતા તેમને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી
જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
સહાયક શ્રમ અધિકારી, ભાવનગર દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી.
જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા બાળમજૂરી અટકાવવા માટે સતત નિરીક્ષણ અને ચકાસણીની કામગીરી કરવામાં આવી
રહી છે. સાથે જ બાળમજૂરી પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અને અવેરનેસ
કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
બાળ મજૂરી રોકવા ભાવનગર જિલ્લા ટાસ્કફોર્સની કાર્યવાહી: ચાર સગીર બાળકોને મુક્ત કરાવાયા














Recent Comments