ભાવનગર

સ્વાતંત્ર્યસેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિર, શિશુવિહાર ખાતે વાલીસભા યોજાઈ

ભાવનગર સ્વાતંત્ર્યસેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિર, શિશુવિહાર ખાતે વાલીસભા યોજાઈ

બાળકના સર્વાંગી વિકાસ માટે બાલમંદિર અને ઘરની સહિયારી જવાબદારીના હેતુથી સ્વાતંત્ર્યસેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિર, શિશુવિહાર ખાતે આજે સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યે વાલીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલી સભામાં સંસ્થાના ડાયરેક્ટરશ્રી ધર્મેશભાઈ વડોદરિયા અને મેનેજરશ્રી હીનાબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવા પ્રવેશ પામનાર વાલીઓ તેમજ બાલમંદિરમાં બાળકોને મોકલતા વાલીઓને બાલમંદિરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, સંસ્થાના ઉદ્દેશ, કાર્યપદ્ધતિ અને શૈક્ષણિક અભિગમ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

શિક્ષકો દ્વારા, _”બાળકનું ભવિષ્ય ઘડવામાં બાલમંદિર અને ઘર બંનેનો સહયોગ અનિવાર્ય છે. વાલીઓએ બાળકને સમયસર મોકલવું, ઘરે સકારાત્મક વાતાવરણ આપવું અને સંસ્કારનું સિંચન કરવું જોઈએ.”_

 બાલમંદિરમાં ચાલતી સમૂહ પ્રવૃત્તિ, પ્રદર્શન, જીવન વ્યવહારની પ્રવૃત્તિ, જાગ્રત વાલી કાર્યક્રમ અને પર્યાવરણ પ્રેમ  જેવી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી બાળકોના સર્વાંગી વિકાસમાં રમત-ગમત અને મૂલ્ય શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.   વાલી સભામાં ૩૫ વાલી ૩૨ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts