ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત તળાજા તાલુકાની ફુલસર પ્રાથમિક શાળામા ના રોજ શિક્ષણ જગતના એક સુંદર કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલવાટિકા અને આંગણવાડીના નાના ભૂલકાઓને શાળામાં વિધિવત પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગાંધીનગરથી કમિશનર ઓફ હાયર એજ્યુકેશનના HOD ડો. સંદીપભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો મા ડો. સંદીપ ભટ્ટ ,જિલ્લા પંચાયત ભાવનગર સદશ્ય,પ્રકાશભાઈ બારૈયા (TPEO, તળાજા),તાલુકા પંચાયત ફુલસર સદશ્ય,અનિલકુમાર પંડ્યા (CRC)
,સંજયભાઈ કંટારીયા (માજી તાલુકા પંચાયત સદસ્ય),શ્રીમતી જમનાબેન નટુભાઈ બારૈયા (સરપંચશ્રી, ફુલસર),શ્રી નિકુંજભાઈ બારૈયા (પંચાયત સદસ્ય) દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ કરાવાયો.ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓના વરદ હસ્તે આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી.માજી તાલુકા પંચાયત સદસ્ય તથા પ્રસિદ્ધ લોકગાયક સંજયભાઈ કંટારીયા દ્વારા શૈક્ષણિક કીટ માટે તેમણે શાળાને રૂપિયા ૫,૦૦૦/- નું આર્થિક દાન અર્પણ કર્યું હતું.આ પ્રસંગે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત સુંદર અને સફળ રહ્યું હતું.


















Recent Comments