ભાવનગર

તળાજાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર આયોજિત કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ ના આજે યોજાયેલા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં શાળાના મુખ્ય ગેટના દાતા 

સુરત સ્થિત ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી

 નું સન્માન પત્ર આપી શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું.

સાથોસાથ દર વર્ષે આંગણવાડી અને ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ, શિક્ષણની સાધન સામગ્રી , સ્ટેશનરીનું દાન આપતા 

ગંગાબા ફાઉન્ડેશન સુરત ના 

મનોજભાઈ ગોરધનભાઈ ગોટી

નું પણ સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત કુંઢેલી પ્રાથમિક શાળાના નવા કેમ્પસમાં પાણીનું પરબ બંધાવી આપનાર કુરજીભાઈ મોહનભાઈ ગોટી તેમજ

 જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી

પરિવારનું પણ આ તકે સન્માન પત્ર આપી સર્વે શાળા પરિવાર , ગામ જનો વતી સન્માન કરવામાં આવ્યું હતું.

Related Posts