ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના પગાર સમયસર ન મળવા અને વધતી મોંઘવારી વચ્ચે વેતનમાં વધારો ન થવાની સમસ્યાઓ બાબતે ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)’ દ્વારા સીધી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અરજી કરી રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ ૨૦ જૂન ૨૦૨૬ ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ફેડરેશનની મુખ્ય માંગણીઓ:
૧. GRD જવાનોને દર મહિનાની નિર્ધારિત તારીખે વેતન મળે તેવી સ્થાયી વ્યવસ્થા કરવામાં આવે.
૨. વર્તમાન મોંઘવારીના સમયને ધ્યાનમાં રાખીને GRD જવાનોના વેતનમાં યોગ્ય અને સન્માનજનક વધારો કરવામાં આવે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc) એ ચીમકી ઉચ્ચારી છે કે, જો જવાનોના આ ન્યાયી પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો ફેડરેશન દ્વારા લોકશાહીના માર્ગે વધુ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. જવાનોનું આર્થિક શોષણ અટકાવવા માટે ફેડરેશન મક્કમ છે.
GRD જવાનોના વેતન અને પગાર વધારાના પ્રશ્ને હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc) ની સીધી વડાપ્રધાન કાર્યાલય (PMO) ને રજૂઆત

















Recent Comments