અમરેલી

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપર છુટી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ રેન્‍જના
જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને
પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ
તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા
વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા
પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૪૦૨૮૮/૨૦૨૪,
બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ
જેલ ખાતે પાકા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ પેરોલ
રજા ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે
હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, મજકુર કેદીને બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે મુંબઇ ખાતેથી પકડી પાડી, રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ છે.
 પકડાયેલ કેદીનું નામઃ-
વનરાજ ઉર્ફે પપ્પુ લાલજીભાઇ બાબરીયા, ઉ.વ.૨૨, રહે.રાજુલા, વડનગર,
તા.રાજુલા, જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા

તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, ગોકુળભાઇ કળોતરા, જનકભાઇ હીમાસીયા તથા
પો. કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts