અમરેલી

ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની બોટલોની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૨,૬૪,૭૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને
હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક મારૂતિ ઇકો ફોર
વ્હીલ વાહનમાં ચોર ખાનાઓ બનાવી ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની
બોટલો ભરી બાબરા થી અમરેલી તરફ આવે છે, જે હકિકત આધારે ચિતલ ગામે, રેલ્વે
ફાટક પાસે વોચમાં રહી બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો,
મોબાઇલ ફોન તથા વાહન સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ
આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ
આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

 પકડાયેલ આરોપીઃ-
(૧) નાનચા ગુમાનસીંગ બામનીયા, ઉ.વ.૨૭, રહે.લીલુમરી ગામ, બયડી ફળીયુ,
તા.ભાભરા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.પુંજા પાદર ગામની સીમ,
તા.લીલીયા, જિ.અમરેલી.
(૨) રમેશ દિતલીયાભાઇ બામનીયા, ઉ.વ.૩૫, રહે.લીલુમરી ગામ, બયડી ફળીયુ,
તા.ભાભરા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.પુંજા પાદર ગામની સીમ,
તા.લીલીયા, જિ.અમરેલી.
 પકડવાના બાકી આરોપીઃ-
વસંતભાઇ બારોટ રહે.અમરેલી.
 પકડાયેલ મુદ્દામાલઃ-
પોલેન્ડ પ્રાઇડ, પ્રિમીયમ કલેકશન રીઝર્વ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ગોવા
બનાવટની બોટલો નંગ ૩૨૦ કિ.રૂ.૫૪,૭૨૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ
ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તથા એક મારૂતિ સુઝુકી કંપનીની ઇકો મોડલની ફોરવ્હીલ
રજી.નંબર જી.જે.૧૬.બી.કે.બી.કે.૫૨૮૨ કિં.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ
કિ.રૂ.૨,૬૪,૭૨૦/- નો મુદ્દામાલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, કિશનભાઇ આસોદરીયા,
સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ મુંધવા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts