અમરેલી

ઉર્જા સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત આયોજીત ચિત્ર સ્પર્ધા નો અહેવાલ

આજરોજ તા.૧/૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ, પેટા વિભાગીય કચેરી – લાઠી દ્વારા ઉર્જા સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત પીએમશ્રી–ગુજરાત પ્રાથમિક શાળા– શેખ પીપરીયા ખાતે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલા હતુ.

ચિત્ર સ્પર્ધાઓ ના આયોજન માટે અગાઉ થી જ પીએમશ્રી—ગુજરાત પ્રાથમિક શાળા- શેખ પીપરીયા ના આચાર્ય શ્રી અમિતભાઈ ભરાડ ને સંપર્ક કરી સ્પર્ધાઓ અંગે બાળકો ને સ્પર્ધાઓ ના વિષય અંગે માહિતગાર કરી સ્પર્ધકો ને નામ નું રજીસ્ટ્રેશન કરી લેવા જણાવવામાં આવેલ. ચિત્ર સ્પર્ધા માટે “આજની જાગૃતિ,આવતીકાલ ની સુરક્ષા” વિષય પસંદ કરવામાં આવેલ. ચિત્ર સ્પર્ધા માં ભાગ લેવા વિદ્યાર્થીઓ એ ઘણો જ ઉત્સાહ દાખવેલ. જે પૈકી ચિત્ર સ્પર્ધા માટે કુલ ૫૦ વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ.

આયોજન મુજબ નિયત સમયે સ્પર્ધાઓ યોજવા પીજીવીસીએલ – લાઠી ના અધિકારી-કર્મચારીગણ ની ટીમ પૈકી નાયબ ઈજનેર શ્રી એલ.એમ.હિરપરા, નાયબ અધિક્ષક(હિ.) શ્રી પી.બી.કાનાણી, સિનિ.આસિ. કુ. એ.પી.સરખેજીયા, ઈલે.આસિ. શ્રી કે.સી.વ્યાસ તથા પટાવાળા શ્રી આર.જે.લધડ તા.૧/૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પીએમશ્રી–ગુજરાત પ્રાથમિક શાળા- શેખ પીપરીયા ખાતે પહોંચેલ. પીએમશ્રી–ગુજરાત પ્રાથમિક શાળા- શેખ પીપરીયા નું વાતાવરણ ખુબ જ રમણીય હતું. શાળા ના પટાંગણ માં ઉછરેલા ફુલઝાડ તથા વૃક્ષો શાળા ના વાતાવરણ ને વધુ મનોરમ્ય બનાવતા હતા. શાળા ની સ્વચ્છતા અને શિસ્ત ઉડીને આંખે વળગે એવી હતી. શાળા ના આચાર્યશ્રી અમિતભાઈ ભરાડ, શિક્ષકગણ દર્શનાબેન જોષી, શિલ્પાબેન પંચાલ, હસમુખભાઈ પંચાલ, લીલાબેન ચિહાણ, જલ્પાબેન શીલુ, કોમલબેન ગોરવાડીયા, સેરસીયા નાઝમીનબેન, સેજલબેન માલણ, તથા હેતલબેન જાદવ તેમજ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા પીજીવીસીએલ ના તમામ સ્ટાફગણનું ખુબ જ ભાવ થી પુષ્પગુચ્છ અને તાળીઓ થી હદયપુર્વક સ્વાગત કરવામાં આવેલ.

થોડી પ્રાથમિક તૈયારીઓ બાદ આશરે ૧૧:૩૦ ચિત્ર સ્પર્ધા શરૂ કરવામાં આવેલ. જે માટે બાળકો ને જરૂરી સ્ટેશનરી જેવી કે પેપર, ડ્રોઇંગ શીટ, કલર, પેન્સીલ, રબર તથા સંચો વગરે પીજીવીસીએલ – લાઠી તરફ થી બાળકો ને પુરા પાડવામાં આવેલ. બાળકો વધુ ઉત્સાહ થી પોતાની કૃતિઓ તૈયાર કરવા મંડી પડેલ. ચિત્ર સ્પર્ધા ની નિયત સમયાવધિ પુર્ણ થતા તમામ કૃતિઓ ભેગી કરી અને નિર્ણાયક સમિતિ ને સુપ્રત કરેલ.

ચિત્રસ્પર્ધા માટે નિર્ણાયક સમિતિ ની રચના કરવામાં આવેલ જે પૈકી પીજીવીસીએલ તરફ થી નાયબ ઈજનેર શ્રી એલ.એમ.હિરપરા, નાયબ અધિક્ષક(હિ.) શ્રી પી.બી.કાનાણી, સિ.આસિ. કુ. એંજલબેન સરખેજીયા, શેખપીપરિયા પ્રાથમિક શાળા તરફ થી આચાર્યશ્રી અમિતભાઈ ભરાડ તથા શિક્ષક શ્રીમતી દર્શનાબેન જોષી નો સમાવેશ કરવામાં આવેલ હતો. નિર્ણાયક સમિતિ ના તમામ સદસ્યો દ્વારા ચિત્ર સ્પધા ની તમામ કૃતિઓ ને ઝીણવટ ભર્યા નિરીક્ષણ બાદ સ્પર્ધાના વિષય ને લક્ષમાં રાખી સર્વાનુમતે ત્રણ કૃતિઓ પસંદગી કરવામાં આવેલ.

કાર્યક્રમ ના અંતિમ પડાવ માં ચિત્ર સ્પર્ધા ના ત્રણ વિજેતાઓ ના નામ જાહેર કરવામાં આવેલ તથા તમામ વિજેતાઓ ને નાયબ ઈજનેરશ્રી હિરપરા સાહેબ, નાયબ અધિક્ષક(હિ.) શ્રી પી.બી.કાનાણી તથા સિનિ.આસિ. કુ.એ.પી.સરખેજીયા ને હસ્તે પારિતોષિક તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. અંત માં શાળા ના તમામ બાળકો તથા શિક્ષકો સાથે અલ્પાહાર કરી કાર્યક્રમ ને પુર્ણ જાહેર કરવામાં આવેલ. વિજેતાઓ ના નામ નીચે મુજબ છે.

ચિત્ર સ્પર્ધા પૈકી

પ્રથમ વિજેતા લક્ષ્મીબેન મગનભાઈ કનેશ

દ્વિતિય વિજેતા શાહેનુર સિરાજુદીન પિરજાદા

તૃતિય વિજેતા ધ્રુવિબેન અશોકભાઈ અગ્રાવત

આજ નો દિવસ એક અલગ જ અનુભવ રહયો અને તમામ ને પોતાના સ્કુલ ડે ની યાદી અપાવતો રહયો. ઉર્જા સંરક્ષણ અને વિજ સલામતીના સંદેશ સાથે સૈા છુટા પડયા.

Related Posts