ગુજરાત સરકારીશ્રી દ્વારા સાયબર ક્રાઈમ અને ઓનલાઇન છેતરપીંડી આચરતા ગુનેગારોને પકડવા
માટે “ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦” શરુ કરવામાં આવેલ છે જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ
અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીના આ ઓપરેશન અંતર્ગત સાયબર ક્રાઇમ
અને ઓનલાઇન છેતરપીંડી આચરતા સાયબર માફિયાઓના ફાયનાન્શિયલ નેટવર્કને તોડી પાડવા માટે મ્યુલ
એકાઉન્ટની તપાસ કરવા, બેન્ક ખાતાઓ સીઝ કરવા, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને
માર્ગદર્શન આપવામાં આવેલ છે.
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં “ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦” અંતર્ગત રજી. થયેલ ગુન્હાના આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લાના “ઓપરેશન મ્યુલ
હન્ટ-૨.૦” અંતર્ગત રજી. થયેલ ગુન્હાના આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા
સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ ટીમને હ્યુમન
ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-A ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૩૨૫૧૦૯૭/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ-૩૧૭(૨), ૩૧૭(૪),૩૩૬(૩),૩૩૮, ૩૪૦,૫૪, IT એક્ટ
ક.૬૬(સી) વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શંકરભાઇ સોમાભાઇ ચૌધરી (પટેલ) ઉ.વ.-૩૮
ધંધો.ખેતી રહે.ભાજણા પટેલ વાસ તા.ધાનેરા જિ.બનાસકાંઠા વાળો ધાનેરા ખાતે હોવાની હકીકત મળતા પેરોલ
ટીમ રાત્રીના સમયે જ ધાનેરા ખાતે જઇ આરોપીને તા.૦૨/૦૭/૨૦૨૬ ના રોજ હસ્તગત કરી આગળની ઘટતી
કાર્યવાહી કરવા સારૂ અમરેલી સિટી પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે આરોપીએ પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર માફીયાઓને
ભાડેથી આપેલ જે પૈકી ICICI બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ લગત ટ્રાન્ઝેક્શનો થયેલ હોય જેમાં આરોપીએ આર્થીક
લાભ મેળવી ગુન્હો કરેલ જે ગુન્હાના કામે મજકુર આરોપીનુ નામ ખુલવા પામેલ જેથી આરોપી આજદિન સુધી
નાસતો ફરતો હતો જે બાબતે ત.ક.અધિ.શ્રી એ નામ. કોર્ટમાંથી મજકુર આરોપીનુ BNSS ક.૭૨ મુજબનું વોરંટ
મેળવેલ હતું.
પકડાયેલ આરોપી:- શંકરભાઇ સોમાભાઇ ચૌધરી (પટેલ) ઉ.વ.-૩૮ ધંધો.ખેતી રહે.ભાજણા પટેલ
વાસ તા.ધાનેરા જિ.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના. હેઙકોન્સ.
એસ.કે.શેખ, આઇ.ટી.એક્સપર્ટ ધારાબેન ઠક્કર તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.

















Recent Comments