અમરેલી

મહિલા કોલેજ સાવરકુંડલામાં મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાન યોજાયું

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે તા. 02/07/2026ના રોજ એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા મનોવૈજ્ઞાનિક અને નિષ્ણાત કાઉન્સિલર ડો. રશ્મિબા જાડેજા ચૌહાણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું.

​ડો. રશ્મિબાએ બહેનોને ‘સ્વ’ની ઓળખ, હતાશા નિવારણના ઉપાયો, મગજની શક્તિ-ઊર્જા, હકારાત્મક અભિગમ, સ્માર્ટ ગોલ સેટિંગ અને ગુસ્સા પર નિયંત્રણ જેવા મહત્વના વિષયો પર સુંદર અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું.

​કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા સંકલન ડો. પ્રતિમા શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ડો. કે. પી. વાળા સાહેબે આભાર દર્શન કર્યું હતું. કોલેજના સ્ટાફ મિત્રોના સહયોગથી આ આખો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

Related Posts