અમરેલી

નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાનો સન્માન સમારોહ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખશ્રી નયનાબેન કાપડિયાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

​કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબે તમામ આમંત્રિતોનું ગરિમાપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે નગરપાલિકાના દંડક શ્રી અરવિંદભાઈ મેવાડાએ આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસલક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી. સન્માનિત પ્રમુખ નયનાબેન કાપડિયાએ પણ પોતાના હૃદયપૂર્વકના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

​આ સમારોહમાં ઉપપ્રમુખશ્રી નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેનશ્રી જીગ્નેશભાઈ ટાંક, પક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ, અગ્રણીશ્રી અતુલભાઈ કાપડિયા, પરાગભાઇ તન્ના તેમજ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પ્રતિમા શુક્લએ કર્યું હતું અને અંતમાં આભાર વિધિ ડો. કે.પી. વાળાએ આટોપી હતી. કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સક્રિય સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Posts