અમરેલી-સાવરકુંડલા હાઈવે પર આવેલ લાપાળીયા રોડ નજીક એક અચાનક સર્જાયેલી કટોકટીમાં સાવરકુંડલા નગરપાલિકાના કોંગ્રેસના જાગૃત અને લોકપ્રિય નગરસેવક નાસીર ચૌહાણે પોતાની આગવી સૂઝબૂઝ અને હિંમતથી મોટો અનર્થ ટાળીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી વિગતો મુજબ, લાપાળીયા રોડ વચ્ચેથી પસાર થતો એક મુખ્ય વીજ વાયર અચાનક નીચે નમી ગયો હતો. રસ્તાની વચ્ચોવચ લટકતા આ લાઈવ વીજ વાયરના કારણે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને મુસાફરો ભારે અટવાયા હતા. કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકો પણ આગળ વધતા ડરી રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલાના જાગૃત નગરસેવક નાસીર ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તંત્રની રાહ જોયા વિના, તેમણે સમયસૂચકતા વાપરીને સ્થળ પર જ એક દેશી જુગાડ કર્યો હતો. પોતાની જાનના જોખમે તેમણે લાકડાના લાંબા ડંડાનો સહારો લઈ, નમી ગયેલા વીજ વાયરને સુરક્ષિત રીતે ઊંચો પકડી રાખ્યો હતો.
નગરસેવકે પોતે રસ્તા પર ઊભા રહી વાયર ઊંચા કરી આપતાં, અટકેલા તમામ વાહનો અને મુસાફરો ત્યાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા હતા.આમ ધોમધખતા તાપમાં કે ભર ચોમાસામાં અને મુશ્કેલ સ્થિતિમાં પણ જનતાની સેવા કાજે રસ્તા પર ઉતરી આવી શકે એ જ ખરા જનપ્રતિનિધિ નગરસેવકની આ કામગીરી જોઈને મુસાફરો અને સ્થાનિક વાહનચાલકો ભાવવિભોર થઈ ગયા હતા અને નાસીર ચૌહાણનો હૃદયપૂર્વક આભાર માની તેમની આ કામગીરીને બિરદાવી હતી.
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જનસેવા અને લોકઉપયોગી કાર્યો કરવા માટે માત્ર સત્તા પૂરતી નથી, પરંતુ કોઈક વાર સંકટના સમયે પ્રજાની પડખે ઊભા રહેવા માટે જિગર અને સાચી દાનત હોવી પણ એટલી જ જરૂરી છે. નગરસેવકના આ કાર્યની અત્યારે સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
4 Attachments • Scanned by Gmail


















Recent Comments