પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું નથી અને શાળાએ પણ આવતા નથી એવા બાળકોના વાલીઓનો વારંવાર સંપર્ક કરીને સમજાવવા છતાં બાળકો શાળાએ ન આવતા હોવાથી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા અને શિક્ષકો સી.એમ.ધંધુકિયા તથા પી.ડી.જાની અને પી.સી.બાબરીયા બાળકોના ઘરે ઘરે જઈને ગોહિલ બળુભાઈ દ્વારા ઢોલ વગાડીને શાળાએ આવવા માટે સમજાવ્યા હતા.
૬ થી ૧૪ વર્ષના ૧૦૦ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા દ્વારા સરાહનીય અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.



















Recent Comments