અમરેલી

સાવરકુંડલા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા : તા. ૨૧ જુલાઈ,૨૦૨૬ સુધીમાં અરજી કરવી  

સાવરકુંડલા તાલુકાના ધાર પ્રાથમિક શાળા અને ધજડીપરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલકની આવશ્યકતા છે. આ માટે તા.૨૧.૦૭.૨૦૨૬ સુધીમાં અરજી કરવી. ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને ૬૦ વર્ષથી ઓછી હોય તેવા લાયક ઉમેદવાર અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે.

નિયત અરજી પત્રક તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી કચેરીના સમય દરમિયાન સાવરકુંડલા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખા ખાતેથી મળી શકશે. અરજી ફોર્મ ભરીને આધાર-પુરાવા સાથે તા. ૨૧.૦૭.૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રી શાખા-મામલતદાર કચેરી, સાવરકુંડલા ખાતે પહોંચાડવાનું રહેશે તેમ સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts