વિશ્વભરમાં સેવાની સુવાસ ફેલાવતી સંસ્થા ઇન્ટરનેશનલ લાયન્સ, ડિસ્ટ્રિક્ટ 3232J અંતર્ગત કાર્યરત ‘લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા’ ના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષથી સાવરકુંડલા તાલુકામાં અનેરી સેવાકીય પ્રવૃત્તિઓથી આ સંસ્થાએ લોકોના દિલ જીત્યા છે. નવી ટર્મ માટે પ્રમુખ (પ્રેસિડેન્ટ) તરીકે લાયન હિતેશ નિમ્બાર્ક, ઉપપ્રમુખ (વાઈસ પ્રેસિડેન્ટ) તરીકે લાયન વિમલ વ્યાસ, મંત્રી (સેક્રેટરી) તરીકે લાયન હિરેન માળવી અને ખજાનચી (ટ્રેઝરર) તરીકે લાયન દેવાંગ શેલાણીની વરણી થઈ છે.
આ સાથે જ વર્ષ ૨૦૨૬-૨૭ ની કારોબારી સમિતિ (બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ)માં નીચે મુજબના સભ્યોની વરણી કરવામાં આવી છે:
લાયન કરસન ડોબરીયા
લાયન દેવચંદ કાપોપરા
લાયન પ્રતીક નાકરાણી
લાયન હિરેન વેકરીયા
લાયન દિપક બોઘરા
લાયન કમલ શેલાર
લાયન દિનેશ કારિયા
લાયન હાર્દિક પરમાર
લાયન અમિત પંડ્યા
લાયન વિજય ઉપાધ્યાય
લાયન જતીન બનજારા
ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટ, એક્યુપ્રેશર-આંખ-રક્તદાન કેમ્પ, માનવ મંદિર ખાતે મનોરોગી બહેનોનું ફ્રી નિદાન, વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ, ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, દિવાળીમાં રાહત દરે ફટાકડા સ્ટોલ અને વેલકમ નવરાત્રી જેવાં અસંખ્ય જનઉપયોગી કાર્યો કરવામાં આવે છે. નવી ચુંટાયેલી ટીમે આગામી વર્ષમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તમામ નવા હોદ્દેદારોને સાવરકુંડલાની જનતા અને અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.















Recent Comments