દામનગર ની ‘ડ વર્ગ ધરાવતી નગરપાલિકા માં વર્ષે ૫૮ થી ૬૦ લાખ જેવું મહેકમ માત્ર સફાઈ સેવા પાછળ જ ખર્ચ કરાય છે છતાં ૬૦ થી વધુ રહેણાંક વિસ્તારો મુખ્ય વાણિજ્ય બજારો માં નિયમિત સફાઈ તો દૂર મહિના સુધી સફાઈ કામદારો ના દર્શન પણ થતા નથી રામ જાણે સફાઈ સેવા ક્યાં કરતી હશે ? આવશ્યક સેવા રવિવારે બંધ હોય ખરી ? શહેરી વિકાસ વિભાગ કે પ્રાદેશિક કમિશનર કચેરી ની પૂર્વ મંજૂરી વગર ગેર કાયદેસર ભરતી કરી વર્ગ વગર નું મહેકમ કોના હિત માં ચૂકવાય છે ? કાયમી સફાઈ કામદારો ની સંખ્યા તો માત્ર આંગળી ના વેઢે ગણાય એટલી જ છે તો ૫૮ થી ૬૦ લાખ કોને શુ કામગીરી માટે ચૂકવાય છે ? ક્યાં કર્મચારી પાસે શુ કામગીરી કરાવાય છે ? શહેર ના ૬૦ થી વધુ વિસ્તારો માં મહિના ઓ સુધી સફાઈ સેવા થતી નથી સફાઈ વેરો અકારવા માં આવે છે પણ સફાઈ થાય છે ખરી ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ સેવા કરાય છે ? વિગત તો જાહેર કરો સીતારામનગર ઘનશ્યામનગર ખોડિયાનગર કોળી વાસ ઘાંચીવાડ સહિત અનેક દૂરસદુર ના અનેક વિસ્તારો માં મહિના ઓ સુધી સફાઈ કામદારો ના દર્શન દુર્લભ બન્યા છે વરસાદ બાદ ઠેર ઠેર ઉકરડા ઓ જોવા મળે છે એકબાજુ સ્વચ્છતા અભિયાન ની સરકાર દ્વારા મુહિમો પ્રસાર અભિયાનો વચ્ચે દામનગર માં વર્ષે લાખો નું મહેકમ સેવા સેવા પાછળ ખર્ચાય છે પણ સફાઈ સેવા દેખાતી નથી સ્વચ્છતા અભિયાન દરેક વિસ્તારો નિયમિત ક્યારે પહોંચે છે ? એસ આઈ સાહેબ સહિત સબંધ કરતા તંત્ર ને આમ પ્રજા નો સવાલ છે
રામ જાણે દામનગર પાલિકા સત્તાધીશો દ્વારા ૫૮/૬૦ લાખ જેવું સફાઈ મહેકમ કોને ચૂકવતા હશે ? આવશ્યક સેવા બંધ રાખી શકાય ખરી ?


















Recent Comments