સુરત સૂરનગર ગામની દીકરીઓના સ્નેહમિલનમાં રક્તદાન શિબિર યોજાઈ સુરનગર ગામની દીકરીઓ દ્વારા આયોજિત ‘મૈયરનો મેળો – પ્રથમ સ્નેહમિલન ઉત્સાહભેર યોજાયો. આયોજકો ને એક વિચાર આવ્યો કાર્યક્રમ દરમિયાન સમાજસેવાના ઉમદા હેતુ સાથે ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયાના માર્ગદર્શન ના સહયોગથી રક્તદાન,
શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો.ભારે વરસાદ છતાં ગામની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સ્નેહમિલનમાં સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી તથા બીજેપી પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી અંજુબેને વેકરિયા વિશેષ હાજરી આપી હતી. મહાનુભાવોએ આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા અને આવા સામાજિક તથા સેવાકીય કાર્યક્રમો સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું.આયોજકોના જણાવ્યા મુજબ, સ્નેહમિલનનો મુખ્ય હેતુ ગામની દીકરીઓ વચ્ચે સ્નેહ, એકતા અને સામાજિક જવાબદારીની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમને સૌનો ઉત્સાહભર્યો સહકાર, આશીર્વાદ અને માર્ગદર્શન મળતાં સમગ્ર આયોજન સફળ રહ્યું.અંતે આયોજક મંડળ દ્વારા ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયા, તમામ રક્તદાતાઓ, મહેમાનો, સહયોગીઓ તેમજ સુનનગર ગામની તમામ દીકરીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


















Recent Comments