અમરેલી

અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ

અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  ઉંદર પકડવાની જાળ(ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી સ્ટ્રીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે. ઉંદર પકડવાની વિવિધ પદ્ધતિઓ પ્રાણી ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ કલમ ૧૧ મુજબ ગેસકાયદેસર છે જેથી હવેથી ગ્લુટ્રેપનું વેચાણ કરી શકાશે નહીં.

આ નિયમનો જો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમ – ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે તેમ નાયબ પશુપાલ નિયામકશ્રી, જિલ્લા પંચાયત અમરેલીની એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Posts