અમરેલી

માતાએ મજૂરી કરી દીકરીઓને અપાવી ભવ્ય સફળતા 

શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ કરતા બંને બહેનોમાંથી પંડ્યા નિધીબેન એ તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં 99.94 PR અને પંડ્યા સેજલબેન એ ધોરણ 10 માં 99.98 PR મેળવી માતાની અથાગ મહેનત અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. બંને બહેનો પોતાની માતા સાથે ઠાડચ ગામે રહી જ્ઞાનમંજરી સ્કૂલમાં અપડાઉન થી દરરોજ અભ્યાસ કરતા હતા. તેમની માતા દિવસભર મજૂરી કામ કરે અને સાંજના સમયે બંને બહેનોની સાથે રહી વાંચન કરાવે અને પ્રોત્સાહન પૂરું પાડે .નિધીબેન અને સેજલબેન જણાવે છે કે શાળામાંથી મળતું માર્ગદર્શન અને આયોજન પ્રમાણે તૈયારી કરવાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ પૂર્ણ કરેલ નિધીબેન UPSC ની પરીક્ષા પાસ કરી ક્લાસ 1 અધિકારી બનવા ઈચ્છે છે. સેજલબેન શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં ધોરણ 11/ 12 નો અભ્યાસ કરી ધોરણ 12 માં શ્રેષ્ઠ પરિણામ મેળવવા ઈચ્છે છે. શાળા પરિવાર બંને બહેનોને આવી ભવ્ય સફળતા માટે શુભેચ્છા પાઠવે છે.

Related Posts