તળાજા ક્ષેત્રે સાયન્સ શિક્ષણમાં અને પરિણામમાં અગ્રેસર શાળા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરનાર અને ગુરૂકુળ પરંપરાથી આધુનિક વિશ્વ સાથેનું જોડાણ ધરાવતી જાણીતી શૈક્ષણિક સંસ્થા નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના વિદ્યાર્થીઓએ NEET – 2026ની પરીક્ષામાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને સફળતાનો ડંકો વગાડ્યો છે.શાળાના વિદ્યાર્થીઓએ તળાજા તાલુકા કક્ષાએ શાનદાર અને શ્રેષ્ઠ પરિણામ મેળવીને શાળાનું અને તાલુકાનું નામ રોશન કર્યું છે.આ વર્ષે નીલકંઠ ગુરુકુલમ્ ના અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણ મેળવ્યા છે.જેમાં તળાજા શહેર અને શાળા પ્રથમ વાળા મનિષાબેન ગુણાભાઈ (પાવઠી 585 ગુણ, જાંબુચા દર્શન જયંતિભાઈ (તળાજા) 546 ગુણ, ડાભી નંદી વાઘજીભાઈ (દકાના) 539 ગુણ, શિયાળ વિક્રમ મનાભાઈ (ઝાંઝમેર) 527 ગુણ, વાળા આવૃત્તિબેન લાલજીભાઈ (પાવઠી) 514 ગુણ, વાઘેલા નિશિકાબેન શૈલેષભાઈ (વાવડી) 508 ગુણ અને ભાદરકા રાહુલ પાચાભાઈ (કોદિયા) 501 ગુણ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટી મંડળ, સંચાલકો, આચાર્ય અને શિક્ષકોએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
શાળાની વિદ્યાર્થીની વાળા મનિષાબેન ગુણાભાઈ (પાવઠી)એ 585 ગુણ સાથે તળાજા શહેર કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
















Recent Comments