ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ
સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન
કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને
મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ
કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી
અશોકભાઈ લાઘવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના કમિશનર શ્રી
સુનીલ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ,
પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts