હાલમાં જાહેર થયેલ NEET 2026 ના પરિણામમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી મહેતર અનિશ અબ્બાસભાઈએ 613 ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. માતા ગૃહિણી તથા પિતા વ્યાપાર સાથે સંકળાયેલા છે. એવા સામાન્ય પરિવારના બાળકે મેળવેલા શ્રેષ્ઠ પરિણામ થકી તેવો ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. અનિશભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ કાર્ડિયોલોજિસ્ટ બનવાનું સ્વપ્ન રાખે છે. જેઓએ જણાવ્યું હતું કે આ શ્રેષ્ઠ પરિણામ પાછળ તેના માતાની તેમના વાંચન માટે કાળજી તથા પિતાની શાળાએ પહોંચાડવાની નિયમિતતા છે. તેમણે શાળા માટે કહ્યું હતું કે શાળામાં લેવાતી રાઉન્ડ ટેસ્ટ તથા MCQ સોલ્યુશનથી પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત વધુમાં તેમને ઉમેર્યું હતું કે તેમનામાં રહેલ આત્મ વિશ્વાસ, મહેનત, સતત પ્રયત્ન, માતા પિતા અને શાળાના યોગ્ય માર્ગદર્શન થકી સફળતા મળી છે. આ ઉપરાંત તેમણે હાલમાં અભ્યાસ કરતા બાળકો માટે સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સફળ થવું હોય તો તહેવારો, રજાઓ, પ્રસંગો બધુ જ મૂકીને આપણા ધ્યેયને ધ્યાને રાખીને મહેનત કરવી જોઈએ. આ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અનિશભાઇને ઉજ્જ્વળ ભવિષ્ય માટે ગણેશ શાળા ટીમાણા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી અને સામાન્ય પરિવારના દીકરા મહેતર અનિશ અબ્બાસભાઈએ NEET માં 613 ગુણ મેળવ્યા
















Recent Comments