અમરેલી

સ્વ ગીતાબેન બલર ની પુણ્યતિથિ એ છઠ્ઠા વર્ષે રક્ત દાન શિબિર અને ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

સુરત વ્યક્તિ કરતા વ્યક્તિ ના કર્મો વધુ સમય સુધી જીવંત રહે છે અને વ્યક્તિ ના કર્મો જ તેમને અમર બનાવતા હોય છે  સ્વ ગીતાબેન બલર ની પુણ્યતિથિ એ છઠ્ઠા વર્ષે રક્ત દાન શિબિર અને ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું 

રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ ના બ્લડ અને ઓર્ગન ડોનેશન એવેરનેસ ના ચેર પર્સન ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ જણાવયુ હતું કે સ્વ.ગીતાબેન કિશોરભાઈ બલર ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૭ જુલાઈ, ૨૦૨૬ (સોમવાર)ના રોજ શિવાલિક હાઈટ્સ, ઉત્રાણ, સુરત ખાતે બલર પરિવાર તથા રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર અને ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો, વડીલો તથા રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દર વષે રક્ત દાતા નો ઉત્સાહ ખૂબ વધી રહ્યો હતો.શિબિર દરમિયાન કુલ ૪૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. અન્ય લોકો ને સમાજ મા પ્રેરક કાર્ય સમું સમાજ ના સુખદ, દુખદ પ્રસંગ મા રક્ત દાન શિબિર શિબિર ના આયોજન થાય તો રક્ત દાન કેન્દ્ર ને રક્ત ની જરૂરિયાત પૂરી થઈ શકે અને જરૂરિયાત મુજબ દર્દી ઓ ને રક્ત મળી રહે. જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉંડેશન ના પરેશ ગોંડલીયા અને લોક દ્રષ્ટી આઇ બેન્ક ના ઉપ પ્રમુખ દિનેશ જોગણી દ્વારા ઓર્ગન ડોનેશન વિશેની માહિતી આપવામાં આવી હતી.

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા દરેક રક્ત દાતા ને હેલમેટ આપીને પોતાની સુરક્ષા પણ કરવી જોઈએ તે સંદેશો આપવામાં આવ્યો.રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ ના ડિસ્ટ્રીક ગવર્નર શ્રી નિલેશ આર શાહે અને ડિસ્ટ્રીક ટીમ દ્વારા સુંદર મજાના કાર્યક્રમ નું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ શિવાલિક પરિવાર ના પ્રમુખ શ્રીઓ,રોટરી કલબ સુરત ઈસ્ટ ના પ્રમુખ પરેશ ગોંડલયા, સેક્રેટરી  વૈજુલ વિરાણી મંથ લીડર  નીતિન ધામેલીયા, હિતેશ વેકરિયા કલ્પેશ બલર,  રિનેશ ભીમાણી, વિપુલ બલર રસિકભાઈ સાવલિયા ,રક્તદાતાઓ, બ્લડ બેંકની ટીમ, સ્વયંસેવકો તેમજ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ શુભેચ્છકોનો બલર પરિવાર તથા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.  

જીતે જીતે રક્ત દાન જાતે જાતે નેત્ર, દેહ, અંગો ના દાન ઉત્તમ દાન ની અપીલ કરવા માં આવી હતી.

Related Posts