અમરેલી

૦૪ ઓગસ્ટે ફક્ત મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે

કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા ઓગસ્ટ માસ ”નારી વંદન ઉત્સવ” ની ઉજવણીના ભાગ રૂપે આગામી તા. ૦૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ પૈકી રોજગાર વાંચ્છુક મહિલાઓને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ૦૪ ઓગસ્ટે ફક્ત મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે.

અમરેલી જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો માટે ૧૮થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધો. ૧૦ પાસથી ઓછું તેમજ ધો. ૧૦ પાસથી ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતાં મહિલાઓ ભાગ લઈ શકશે. ભરતી મેળો સવારે ૧૧.૦૦ કલાકે તળપદા કોળી સમાજની વાડી, ચિત્તલ રોડ, અમરેલી ખાતે યોજાશે.

ભરતીમેળામાં ભાગ લેતા પહેલા ઉમેદવારોએ ફરજીયાતપણે અનુબંધમ પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી http://anubandhamgujarat.gov.in/account/signup. લિંક પર કરવાનું રહેશે. આ ભરતીમેળા અંગે વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨- ૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts