તા. ૦૧.૦૮.૨૦૨૬ના રોજ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે એક વિશેષ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને એડવોકેટ શોભીનીબેન વોરા દ્વારા ‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ અંગે વિગતવાર કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા પ્રાસંગિક માહિતી, RSETI ના નિયામકશ્રી અંબુલકર સાહેબ દ્વારા ઉદ્બોધન અને નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર જસુબેન ભંડેરી દ્વારા નારી અદાલતની કામગીરી વિશે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. DHEW સ્ટાફના મીનાક્ષીબેન દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે અનાથ દીકરીઓને શૈક્ષણિક અને હાઈજીન કીટ, દીકરી વધામણાં કીટ તેમજ ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને સાથે જ હાજર તમામ બહેનોને હેન્ડ બેગ તથા યોજનાકીય પેમ્પ્લેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ DHEW સ્ટાફના જાનાબેન ગલચર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે RSETI ફેકલ્ટી ફિરોઝભાઈ રાઠોડ, પ્રિન્સિપાલ હિનાબેન રાઠોડ તેમજ OSC અને DHEW નો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

















Recent Comments