અમરેલી

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રિ-
ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ સરકારી તથા અનુદાનિત કોલેજોમાં તા. ૦૫ ઓગસ્ટ,
૨૦૨૬ના રોજ ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા, સ્વતંત્રતા
સેનાનીઓના બલિદાન અને વિકસિત ભારત જેવા વિષયો પર આકર્ષક ચિત્રો તૈયાર કરી પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિ
રજૂ કરી હતી.
બગસરા ખાતે બી.વી. ધાણક કોલેજમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા સ્થિત સરકારી વિનયન અને
વાણિજ્ય કોલેજ દ્વારા ‘દેશભક્તિ’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
હતો.
લીલીયા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા હેઠળ ચિત્ર
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ડૉ. પ્રકાશ પરમાર દ્વારા
આયોજિત આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ
સંચાલન ડૉ. મહેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
બાપા સીતારામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘રંગોત્સવ’ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના
પ્રારંભે આચાર્યશ્રી જાગૃતિબહેન સેતા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી
અરુણભાઈ દેશપાંડે અને શ્રીમતી વૈશાલીબહેન મહેતાએ ચિત્રોનું મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરી હતી.
કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી જાદવ રાહુલકુમારે જવાબદારી નિભાવી હતી.

Related Posts