સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વિકાસના કામોને નવી દિશા આપતા ગામના સરપંચ અશોકભાઈ બોરીચાએ ગ્રામજનોની સુવિધા માટે એક જ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લા પંચાયત તેમજ નાણાં પંચમાંથી રૂપિયા સાડા અઢાર લાખ (₹18.50 લાખ) જેવી મોટી રકમની ગ્રાન્ટ મંજૂર કરાવીને વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન અને સહયોગથી લુવારા ગામમાં ગ્રામજનોની પ્રાથમિક અને બુનિયાદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીચે મુજબના મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે:
પીવાના પાણીની સુવિધા: સોસાયટી વિસ્તારમાં ₹5 લાખના ખર્ચે અને દાનેવ સોસાયટીમાં ₹3 લાખના ખર્ચે બોર તથા મશીનરીનું કામ.
શિક્ષણ અને જ્ઞાન માટે: ગામમાં ₹5 લાખના ખર્ચે અધ્યતન લાઇબ્રેરી હોલનું નિર્માણ.
આંતરમાળખાકીય સુવિધા: ગ્રામજનો અને વાહનવ્યવહારની સુગમતા માટે ₹3 લાખના ખર્ચે કોઝવેનું નિર્માણ.
સુવિધા અને સૌંદર્યીકરણ: આહિર સમાજની વાડી પાસે ₹2.50 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામ.
એક જ વર્ષમાં ગામમાં આટલા મોટા પ્રમાણમાં પીવાનું પાણી, રસ્તા અને લાઈબ્રેરી જેવા કામો મંજૂર થતાં લુવારા ગામના ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે.
ગામના સર્વાંગી વિકાસ માટે સરપંચ અશોકભાઈ બોરીચાની ખંતભરી મહેનત અને લોકઉપયોગી પ્રયાસોને બિરદાવતા ગ્રામજનો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ આગામી સમયમાં પણ લુવારા ગામના વિકાસ માટે આવા જ પ્રોજેક્ટ્સ લાવતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.


















Recent Comments