નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે રાજુલા ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણજરીયાના માર્ગદર્શન હેઠળ જી.એસ.સી.એલ. ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મધુબેન હિંમતભાઈ બલધારિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણજરીયા, જી.એસ.સી.એલ.ના સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા, સિનિયર મેનેજર રવિભાઈ સોલંકી


















Recent Comments