દામનગર આંસોદર માં યોજાયેલ બાળમેળા લાઈફ સ્કીલ મેળા ની આનંદભેર ઉજવણી તા.07/08/2026 અને 08/08/2026ના રોજ શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ 5માં બાળમેળા અને ધોરણ 6થી 8માં લાઈફ સ્કીલ મેળા ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી .આગવા આયોજન મુજબ પૂર્વ તૈયારી સાથે વિવિધ વિભાગો માં વિભાજન કરી કાર્ય સોંપી ઉજવણી હાથ ધરવામાં આવી. મહાનુભાવો અને આમંત્રિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાના પ્રાંગણ માં સ્વાગત સાથે દીપ પ્રાગટ્ય કરી મેળા ને ખૂલ્લો મૂકવામાં આવેલ.છાત્રોમાં ભાષા પ્રત્યે રસ વધે,તેમની પાસે પડેલ આવડત, કલા,કૌશલ્ય,સમજદારી,આત્મનિર્ભરતા,સહકાર,સમાજોપયોગી કાર્ય વિગેરે વિશે શીખતા થાય, પ્રસ્તુત કરે,વ્યવહારમાં અપનાવે તે બાબતે સમજ સાથે કાર્ય કરેલ.બાળકોએ વિવિધ સ્ટોલ બનાવી સૌ ને આનંદિત કરેલ હતા. જી.સી. ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ તાલીમભવન દ્વારા માર્ગદર્શિત બી.આર.સી.ભવન લાઠી ના માર્ગદર્શન શાળા પરીવાર ના સહિયારા પ્રયાસ થી આ મેળા ની તૈયારી કરવામાં આવેલ.શાળા પરીવાર તેમજ પધારેલ ગ્રામજનોએ વર્તમાન રાજ્ય સરકારશ્રી નો આભાર વ્યક્ત કરેલ કે ગુજરાતભરની શાળા ઓ માં બાળકોની આવડત,કુશળતા,ને બહાર લાવવા આ તકો પૂરી પાડી.
આ મેળાથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ વધે સ્વાનુભવથી શીખતા થાય પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે અને દરેક વિષય સરળતાથી શીખે એ હેતુથી ગુજરાત રાજ્ય સરકારશ્રી અને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આજના આ કાર્ય ક્રમમાં પધારેલ માનવંતા ગ્રામ જનો ને પ્રસંગોચિત ઉદ્બોધન આપી સરકાર શ્રીની શિક્ષણ વિભાગ ની વિવિધ યોજનાઓ થી સૌને વાકેફ કરાયા.એસ.એમ.સી.સભ્યો અને વાલીગણ સાથે પણ બેઠક કરેલ.
જેમાં વાલી એ હકારાત્મક પ્રતિભાવો આપી તેમના સમય ની રમતો વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. મેળાની વાતો અને સૌ વડીલોની બાળપણની વાતો સાથે સૌ છુટા પડ્યા.


















Recent Comments