‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાવરકુંડલા ખાતે સિંહ સંરક્ષણ માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલામાં ૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વહીવટી તંત્ર અને ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈને સિંહ સંરક્ષણ ની પ્રતિજ્ઞા લીધી હતી. આ મહારેલીમાં સાવરકુંડલાના વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, શાળા-કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેડૂતો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડી.વાય.એસ.પી. વિરલ ચંદન ના અધ્યક્ષ સ્થાને ખૂબ જ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “સિંહ એ આપણા વન અને વન્યજીવ સૃષ્ટિનું એક મુખ્ય અંગ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કુદરતી પોષક કડી અને પર્યાવરણની સમતુલા જાળવવામાં વન્યજીવોનું અમૂલ્ય યોગદાન છે, તેથી તેની ક્યારેય ખલેલ ન પહોંચાડવી જોઈએ. વધુમાં, તેમણે સાવચેતી અને સલામતીના ભાગરૂપે નાગરિકોને વન્ય પ્રાણીઓથી યોગ્ય અંતર (ડિસ્ટન્સ) જાળવવા અને વન્યજીવોના આવાસનું સન્માન કરવા વિશે વિશેષ અપીલ કરી હતી. આ ભવ્ય કાર્યક્રમ દ્વારા વ્યાપક સામાજિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને સૌએ સાથે મળીને સિંહ સંરક્ષણ ના સંદેશને લોકભોગ્ય તથા મજબૂત બનાવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા આરએફઓ ભરતભાઈ ચાંદુ, તાલુકા શિક્ષણ અધિકારી સરવૈયા સર, બી આર સી કો ઓર્ડીનેટર તુષારભાઈ જાની, તાલુકા કોઓર્ડિનેટર સતીશભાઈ પાંડે, કુણાલભાઈ બારૈયા, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની સમગ્ર ટીમ દ્વારા ખડેપગે રહીને વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મહારેલી દ્વારા સાવરકુંડલાના નાગરિકોએ સિંહ સંરક્ષણ માટેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે અને ભવિષ્યમાં પણ એશિયાટિક સિંહોના રક્ષણ માટે આવા લોકઉપયોગી પ્રયાસો સતત ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલામાં માનવ મહેરામણ ઊમટ્યો: ૩,૦૦૦થી વધુ નાગરિકો દ્વારા સિંહ સંરક્ષણ નો સંકલ્પ


















Recent Comments