આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF ભાવનગર એરપોર્ટ યુનિટ દ્વારા ભાવનગર એરપોર્ટ
આસપાસના ગામોમાં ‘હર ઘર તિરંગા’ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત રુવા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે સંવાદ કરવામાં
આવ્યો હતો. CISFના જવાનોએ વિદ્યાર્થીઓને સ્વતંત્રતા દિવસના મહત્વ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને
સલામતી જાળવવામાં નાગરિકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી
થઈ દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવી હતી. સાથે જ, એરપોર્ટ
આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા અંગે જાગૃતિ કેળવવા તથા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે
સજાગ રહેવા સ્થાનિક નાગરિકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્યમથી રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને નાગરિક જવાબદારીનો
સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. CISF દ્વારા આવા જનસંપર્ક કાર્યક્રમોના માધ્યમથી સ્થાનિક
સમુદાય સાથે સંકલન વધુ મજબૂત બનાવી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવના
વિકસાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું રુવા ગામ : CISF ભાવનગર એરપોર્ટ દ્વારા ‘હર ઘર તિરંગા’ અંતર્ગત જાગૃતિ અભિયાન યોજાયું















Recent Comments