ગુજરાત

સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી ની નિશ્રા વિશ્વ અંગદાન દિન ની ઉજવણી

વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે વિશ્વ ઓર્ગન ડોનેટ દિન ની ઉજવણી જીવો તો દીવા બનીને જાઓ તો અજવાળું બનીને એવા નિઃશબ્દ સેવાની પરાકાષ્ઠા એટલે ડોનેટ લાઇફ સમસ્ત માનવ સમાજ માટે દીવાદાંડી રૂપ આજે 13 ઓગસ્ટ, વિશ્વ અંગદાન – દેહદાન દિવસ છે. ત્યારે થોડી આ અગત્ય ના વિષય પર વાત કરીએ…નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ભારતમાં દર વર્ષે 5 લાખ થી વધુ લોકો સમયસર શરીર અવયવો ન મળવાના કારણે મૃત્યુ પામે છે. જેમાંથી 2 લાખ થી વધુ લોકો માત્ર લીવરના અભાવે દમ તોડે છે. પણ શું તમે જાણો છો..? જેમ એક વ્યક્તિ ના રક્તદાન થી ત્રણ વ્યક્તિ ને નવું જીવન મળે છે તેમ એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાના અંગોનું દાન કરીને આંઠ લોકો ને નવું જીવન આપી શકે છે એટલે મૃત્યુ બાદ એક દેહ અનેક જીવનનો દીવો બની શકે છે.વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં તોમર ની અધિક્ષક ઓર્ગન ડોનેટ પ્રવૃતિ ના પ્રણેતા ડોનેટ લાઇફ સંસ્થાન ના સ્થાપક ડો નિલેશ માંડલે વાલા ની પ્રેરક ઉપસ્થિતિ માં જન કલ્યાણ માટે અંગદાન ની મહતા દર્શાવતા ક્રાંતિકારી સ્વામી માર્ગિયસ્મિતજી એ હદયસ્પર્શી સંદેશ આપતા જણાવ્યું હતું કે દીવો ઘર મૂકો તો ઘર માં અજવાળે આંગણા માં મૂકો તો આંગણું અજવાળે અને ચોક માં મૂકો તો ચોક અજવાળે દીવો પોતે બળી ને બીજા ને પ્રકાશ આપે તેમ ઓર્ગન ડોનેટ સમયોચિત નિર્ણય અનેક ના જીવન અજવાળે છે અંગદાન પ્રવૃતિ ને વેગ આપવા તબીબી જગત સેવા ખૂબ આવશ્યક છે ડોક્ટર ને પૃથ્વી ઉપર વિહરતા ભગવાન માનવા માં આવે છે દર્દી નારાયણ નું સચોટ નિદાન અને સારવાર ઉપર અપાર ઈશ્વર તુલ્ય ભરોસો કરતા દર્દી ઓ અને સગા સ્નેહી ઓ અનેક કિસ્સા માં તબીબી જાગૃતિ એ આકસ્મિક કિસ્સા ઓમા અન્ય કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે અતિ કટોકટી ભર્યા સંજોગો માં તબીબી સલાહ થી અંગદાન પ્રવૃતિ શક્ય બની રહી છે આ અંગે દેહદાન અને નેત્રદાન રક્તદાન જેમ અંગદાન પ્રવૃતિ ને વેગવંતી બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી અનેક મહાનુભવો સ્ટર્લિંગ હોસ્પિટલ સ્ટાફ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિશ્વ અંગદાન દિન ની ઉજવણી કરાય હતી

Related Posts