દામનગર, તા.૧૬ ઓગસ્ટ પરમાર્થની નિઃશુલ્ક કન્યા છાત્રાલય, દામનગર ખાતે જાણીતા રિચ થીંકર શ્રેષ્ઠ વક્તા અને પ્રેરણાદાયી શિક્ષક શ્રીમતી રેખાબેન દેસાઈએ સ્નેહસભર મુલાકાત લીધી હતી. છાત્રાલયની દીકરીઓ દ્વારા તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-15 ના પાઠનું પઠન કર્યું હતું.
આ પ્રસંગે રેખાબેને દીકરીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમના ઘડતર, શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને નારી શક્તિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે છાત્રાલયની કામગીરી તથા દીકરીઓના સંસ્કાર અને અભ્યાસની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ઈશ્વરભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ, કાનજીભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, કિશોરસિંહ વાઘેલા, હિરાભાઈ તેજાણી (ઘેટીવાળા, હાલ સુરત), દામજીભાઈ માયાણી (મંત્રીશ્રી, ડાયમંડ એસોસિયેશન–સુરત), આકૃતિબેન તેજાણી (ટ્રસ્ટી, પરમાર્થ ટ્રસ્ટ–સુરત), પરેશભાઈ ભીંગરાડિયા (શ્રી સરસ્વતી ગૌશાળા) તથા ભરતભાઈ માંગુકિયા (પરમાર્થ ટ્રસ્ટ), કેવલભાઈ મહેતા, ધર્મેશભાઈ કાનપરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શાળાના ટ્રસ્ટી મુકેશભાઈ ડોંડા, સંચાલક બટુકભાઈ શિયાણી તથા પ્રિન્સિપાલ વિપુલભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા.રેખાબેન દેસાઈની આ મુલાકાતથી છાત્રાલયની દીકરીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને નવી પ્રેરણાનો સંચાર થયો હતો.


















Recent Comments