અમરેલી

મોટી કુંકાવાવ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કુલ કિં.રૂ.૩૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામથી નાની
કુંકાવાવ ગામ તરફ જવાના રસ્તે આવેલ હીથલી વિસ્તારમાં જુગાર અંગે રેઇડ દરમિયાન
છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર
રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ
જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) જગદીશભાઇ ચંદુભાઇ સોલંકી, ઉ.વ.૩૩, રહે.મોટી કુંકાવાવ, રણુજા પ્લોટ,
તા.વડીયા, જિ.અમરેલી
(૨) આકાશભાઇ ઉર્ફે કાળો પ્રતાપભાઇ સોલંકી, ઉ.વ.૨૭, રહે.મોટી કુંકાવાવ, રણુજા પ્લોટ,
તા.વડીયા, જિ.અમરેલી
(૩) વસીમભાઇ ઇલ્યાસભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.મોટી કુંકાવાવ, ઘનશ્યામનગર,
તા.વડીયા, જિ.અમરેલી
(૪) ભુપતભાઇ દેવચંદભાઇ ઝાલા, ઉ.વ.૪૩, રહે.મોટી કુંકાવાવ, રણુજા પ્લોટ, તા.વડીયા,
જિ.અમરેલી
(૫) રાજેશભાઇ ગિરધરભાઇ મહેતા, ઉ.વ.૫૮, રહે.મોટી કુંકાવાવ, ગરબી ચોક, તા.વડીયા,
જિ.અમરેલી
(૬) મુકેશભાઇ નંદલાલભાઇ હરીયાણી, ઉ.વ.૫૯, રહે.મોટી કુંકાવાવ, ઘનશ્યામનગર,
તા.વડીયા, જિ.અમરેલી

 પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૩૮,૮૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૩૮,૮૦૦/- નો મુદ્દામાલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર
તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts