ભાવનગર

શ્રી મધુકરભાઈ પારેખ (ચેરમેન પીડીલાઈટ ઈન્ડસ્ટ્રી)ના ૮૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે TKET કેમ્પસ ખાતે એક અનોખો, ભવ્ય અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ યોજાયો

શ્રી મધુકરભાઈ પારેખ (ચેરમેનશ્રી પીડીલાઈટ ઈન્ડસ્ટ્રી)ના ૮૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે TKET કેમ્પસ ખાતે એક અનોખો, ભવ્ય અને પર્યાવરણપ્રેમી કાર્યક્રમ યોજાયો.

 જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ પૂરતી સીમિત ન રાખી, તેને પર્યાવરણ સંરક્ષણ અને સમાજસેવા સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.

આ પ્રસંગે ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય પરિવારના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ વૃક્ષોના રોપા સાથે પૃથ્વી અને “81”ના આકારમાં ગોઠવાઈને મધુકર સાહેબ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ નવા અને જૂના મેદાનમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા ૫૦૦થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી છેલ્લા દસ વર્ષથી મહુવા વિસ્તારમાં ચાલી રહેલા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ત્રણેય શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, TKF, ટ્રસ્ટ પરિવાર, કર્મચારીઓ, ગ્રામજનો તથા ઉપસ્થિત મહાનુભાવોનો ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

મધુકર સાહેબનું જીવન સેવાભાવ, શિક્ષણપ્રેમ અને પ્રકૃતિપ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી આવાં સેવાકીય તથા પર્યાવરણલક્ષી કાર્યો સતત આગળ વધે અને અનેક પેઢીઓને પ્રેરણા મળે તેવી હાર્દિક પ્રાર્થના.

“એક વૃક્ષ, અનેક લાભ; હરિયાળું પર્યાવરણ, ઉજ્જવળ ભવિષ્ય.” 🌱

Related Posts