અમરેલી

બગસરા તાલુકાના સુડાવડ ગામેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની બોટલ નંગ ૧૦૭ કિ.રૂ.૨૧,૫૦૭/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને
હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમિયાન બાતમી હકિકત આધારે રેઇડ દરમિયાન બગસરા તાલુકાના સુડાવડ
ગામેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ,
પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા
મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ-
કૌશલરાજભાઇ ઉર્ફે કાનો મહેશભાઇ ધાધલ, ઉ.વ.૨૨, રહે.સુડાવડ, રામજી મંદીર
ચોરા પાસે, તા.બગસરા, જિ.અમરેલી, મુળ રહે.બગસરા, નદીપરા, તા.બગસરા,
જિ.અમરેલી.
 પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર ૧ રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦
એમ.એલ.ની બોટલો નંગ – ૧૦૭ કિં.રૂ.૨૧,૫૦૭/- નો મુદ્દામાલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા
હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts