ઈંગ્લેન્ડ લંડનનાં પીનરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં શ્રી સત્સંગિજીવન કથા ઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતે નાં પીનરમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓમાં જળવાઈ રહે એ હેતુસર ભક્તોની માંગણી થી
વડતાલ ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીના આશીર્વાદથી
પ.પુ.108 શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી તથા પ.પુ. નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેદ્રપ્રસાદજીમહારાજશ્રી સહિત ધર્મકુળ પરીવારના આશિર્વાદ થીં તા.5/1/2025 નાં રોજ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર તૈયાર થયું.
આ મંદિર ખાતે સત્સંગ વૃધ્ધિ અર્થે પ.પુજય ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનાં સાંનિધ્યમાં
શ્રી મદ્ સત્સંગિજીવન કથાનું આયોજન તારીખ.17/8/26 થી તારીખ.23/8/26 સુધી કરવામાં આવ્યું હતું જેમાં કથાનું રસપાન ગઢપુર મંદિર શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા જુનાગઢ નાં શાસ્ત્રી શ્રી ભકતિકિશોરદાસજીએ કરાવ્યું હતું.
કથા અંતર્ગત ઈંગ્લેન્ડની ધરતી ઉપર સૌ પ્રથમ વખત સનાતન ધર્મનાં સંતો દ્વારા સંત સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢપુરનાં શ્રી એસ.પી. સ્વામી એ ઉપસ્થિત રહિ સ્વામિનારાયણ સંપ્રદાયના સિધ્ધાંતો રજુ કર્યા હતા આ કાર્યક્રમનાં આયોજક પ.પુજય શ્રી રાજરાજેશ્વર ગુરૂજી તથા પ.પુજય મહા મંડલેશ્વર સ્વામી ડો.ઉમાકાંતાનંદજી સરસ્વતીજી મહારાજ- જુના અખાડા તથા પ. પુજય શ્રી બટુકગીરીજીમહારાજ- સુરત તથા પ.પુજય શ્રી જયંતિરામબાપા – જામનગર આદિ સંતો પીનર મંદિર કથા માં આવી સુંદર ધર્મલાભ આપ્યો હતો.
આ કથા પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે પ.પુ. અ.સૌ. વહુજીમહારાજશ્રી તથા સાંખ્યયોગી બહેનો એ પધારી બહેનોનેં સત્સંગનો લાભ આપ્યો હતો.સાથે મંદિર ખાતે મહોત્સવ માણવા પધારતા ભક્તો માટે લંડનનાં મહિલા મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ લંડન પીનરની કથા યાત્રામાં વડતાલથી શા.સ્વા.શ્રી સર્વમંગલદાસજી,
શ્રી દિવ્યેશભગત સહિત જોડાયા છે. અને સત્સંગ કથા નો લાભ આપ્યો હતો.


















Recent Comments