અમરેલી

નેપાળ પ્રવાસે ગયેલ અમરેલીના નાગરિક ચૌહાણ કામતપ્રસાદ બાબુલાલ (ગોમાંતીદાસ બાપુ) સંપૂર્ણ સુરક્ષિત: હાલ તેઓનું જનકપુરમાં આશ્રમ ખાતે રોકાણ

અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે રહેતા અને નેપાળ પ્રવાસે ગયેલા નાગરિક નામ – ચૌહાણ કામતપ્રસાદ બાબુલાલ (ઉર્ફે ગોમાંતીદાસ બાપુ) નેપાળમાં આવેલા પૂરની અસરથી સંપૂર્ણ સુરક્ષિત અને સહી સલામત છે. તાજેતરમાં તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે તેમના સેવક ગોકુળભાઈ સાથે વીડિયો કોલ પર થયેલી વાતચીત મુજબ, બાપુ હાલ નેપાળના જનકપુર ખાતે એક સ્થાનિક આશ્રમમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ આગામી તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જનકપુરમાં જ રોકાશે, કારણ કે તેમણે તે દિવસે નેપાળ બોર્ડર નજીકથી અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ કરાવેલું છે. બાપુ સામાન્ય રીતે પોતાનો ફોન બંધ રાખતા હોવાથી સતત સંપર્ક કરવો મુશ્કેલ છે, પરંતુ પ્રાથમિક વિગતો મુજબ તેઓ એકલા જ પ્રવાસે નીકળ્યા હતા અને હાલ સંપૂર્ણ સલામત હોવાનું જાણવા મળ્યું છે તેમ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts