અમરેલી

અમરેલી જિલ્લાની આઇ.ટી.આઇ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ : તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે આગામી તા. ૨૯/૦૮/૨૦૨૬ થી ૧૦/૦૯/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સંસ્થાઓ ખાતે મૂળ રાજ્ય વ્યવસાય (GCVT) ના ટ્રેડ તથા NCVT Non-Affiliated ટ્રેડની ખાલી રહેલ બેઠકો પર વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ મેળવી શકે તે હેતુથી, સદર ખાલી રહેલ બેઠકો પર તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધી “વહેલા તે પહેલા” ના ધોરણે અરજી ફોર્મ ભરવા અંગેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જે ઉમેદવારો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તે તમામ ઉમેદવારોએ નજીકની આઇ.ટી.આઇ. નો રૂબરૂ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. અમરેલી જિલ્લાના તમામ ઉત્સુક અને લાયક ભાઈઓ-બહેનોને રોજગારીલક્ષી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આ ચોથા રાઉન્ડનો મહત્તમ લાભ લેવા અમરેલી આઇ.ટી.આઇ. આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts