ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં
ગંભીર પ્રકારના શરીર સંબધી તથા ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી તેમજ નેગોશીએબલ વોરંટના કામે કોર્ટની મુદતે હાજર
રહેતા ન હોય અને પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય તેવાં આરોપીઓને પકડી પાડી વોરંટની ફરજિયાતપણે બજવણી કરવાં
સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં કોર્ટ મુદતે હાજર
રહેતા ન હોય તેવાં વોરંટના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં
આવેલ.
નામદાર ફેમીલી કોર્ટ સા.કુંડલાના પરચુરણ ફોજદારી અરજી નં-૪૬/૨૦૨૬ ના કામે આરોપી
વિરૂધ્ધ ત્રણસો વીસ દિવસની સાદી કેદની સજાનું વોરંટ ઇશ્યુ થયેલ હોય જે વોરંટના કામે આરોપી નામદાર
કોર્ટમાં હાજર રહેતો ન હોય અને ભરણપોષણની રકમ આપવામાં કસુર કરેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ ત્રણસો વીસ
દિવસની સાદી કેદની સજાનું વોરંટ ઇશ્યુ થયેલ હોય જે સજા વોરંટના કામે નાસતા ફરતાં આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ
રાખવાં રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ
એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ
અમીતભાઇ તુળસીભાઇ મકવાણા નાઓને મળેલ બાતમી હકિકત આધારે સજા વોરંટના નીચે જણાવેલ આરોપીને રાજુલા
ટાઉન વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) દિપકભાઇ રામજીભાઇ બાબરીયા ઉ.વ.૩૨ ધંધો.કડીયાકામ રહે.રાજુલા વડનગર વિસ્તાર તા.રાજુલા
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ
ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા
પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા દ્રારા કરવામાં આવેલ છે.
રાજુલા ટાઉન વિસ્તારમાં ભરણપોષણની રકમ આપવામાં કસુર કરતાં ત્રણસો વીસ દિવસની સજા પામેલ વોરંટના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

















Recent Comments