નવરંગ નેચર ક્લબ (રાજકોટ) અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ (તાત્કાલિક હનુમાનજી આશ્રમ, સાવરકુંડલા) ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ખાતે “રાહત દરે છોડ અને ઓર્ગેનિક સામગ્રી વિતરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ અને રાસાયણિક મુક્ત ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો હતો. ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર વિવિધ ફળઉછેરના રોપા, કલમો અને ઓર્ગેનિક સામગ્રી મેળવી પર્યાવરણ જતનનો મક્કમ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આયોજક શ્રી વી. ડી. બાલાએ જણાવ્યુ હતું કે માટી સાથેનું સજીવ જોડાણ જ પર્યાવરણનું સાચું સંરક્ષણ છે, અને સાવરકુંડલાવાસીઓનો પ્રતિસાદ સરાહનીય છે. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા પ્રકૃતિલક્ષી કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી.


















Recent Comments