સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ ઐતિહાસિક ફુલીયાદાદા આશ્રમ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નૂતન જનોઈ ધારણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાસ્ત્રી ભાસ્કરભાઈ જાનીના આચાર્યપદે વેદોક્ત મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગામના તમામ બ્રાહ્મણોએ એકત્ર થઈને પવિત્ર વાતાવરણમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરી સનાતન પરંપરાને ઉજાગર કરી હતી.

















Recent Comments