દેશમાં રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાના અભિયાનને વેગ આપવા માટે ગુજરાત પ્રદેશ NSUIના *પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકીની સૂચના તથા NSUIના રાષ્ટ્રીય નેતૃત્વની મંજૂરીથી* શ્રી નિકુંજભાઈ સોલંકીની અમરેલી જિલ્લા NSUI પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિકુંજભાઈ સોલંકી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સારો લોકચાહના ધરાવતા યુવા નેતા છે. તેમની નિમણૂકથી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓના પ્રશ્નોને વધુ મજબૂત રીતે વાચા મળશે તેમજ વિદ્યાર્થીઓના હક્ક અને પ્રશ્નો માટે NSUI વધુ સક્રિયતાથી કાર્ય કરશે. તેમની વરણીથી અમરેલી જિલ્લાના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આ નિમણૂકને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ *શ્રી પ્રતાપભાઈ દુધાત, શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી વીરજીભાઈ ઠુંમર, શ્રીમતી જેનીબેન ઠુંમર, શ્રી* *ઠાકરશીભાઈ મેતલિયા, શ્રી ધીરુભાઈ દૂધવાળા, શ્રી ટીકુભાઈ વરુ* *શ્રી મુજફર હુસન સૈયદ, શ્રી રફિકભાઈ મોગલ, શ્રી સંદીપ ધાનાણી, શ્રી મનીષ ભંડેરી*, *શ્રી સંદીપ પંડ્યા, જીતુભાઈ વાળા નરેશભાઈ અધ્યારુ, ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સુસક, * *વલ્લભભાઈ ઝીંઝવાડીયા* સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવકારી નિકુંજભાઈ સોલંકીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે નિકુંજભાઈ સોલંકીના નેતૃત્વમાં અમરેલી જિલ્લા NSUIનું સંગઠન વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓ તથા યુવાનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેમના હક્ક માટે અસરકારક લડત લડવામાં આવશે.
*“યુવાનોને સંગઠિત કરી, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપી કોંગ્રેસના સંગઠનને ગામે-ગામે વધુ મજબૂત બનાવવાની દિશામાં નિકુંજભાઈ સોલંકી સફળતાપૂર્વક કામગીરી કરશે*”
આ અંગેની યાદી તેજસભાઈ મસરાણી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા NSUI પ્રમુખ તરીકે નિકુંજભાઈ સોલંકીની વરણી


















Recent Comments