અમરેલી

ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે તા. ૨૨ સપ્ટેમ્બર,૨૦૨૬ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા. ૨૨-૦૯-૨૦૨૬ સુધીમાં https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, નિયમો અનુસાર પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે અને રોકડ પુરસ્કાર મેળવવા માટે એક જ KMK ID થી બંને રમતોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જૂના ખેલાડીઓએ પોતાના જૂના KMK ID નો જ ઉપયોગ કરવાનો રહેશે. અંડર-૯, ૧૧, ૧૪ અને ૧૭ની વયજૂથના શાળાના વિદ્યાર્થીઓએ પોતાની શાળામાંથી, જ્યારે કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત ૪૦ અને ૬૦ વર્ષથી ઉપરના, ઓપન એઈજ ગ્રુપના તેમજ અભ્યાસ ન કરતા ખેલાડીઓ પોતાના મોબાઈલ દ્વારા અથવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે અથવા માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts